ઝાલોદ અને લીમડી નગરમાં શીતળા માતાના મંદિર ખાતે શીતળા સાતમ પર્વની ઉજવણી કરાઈ..

  • 6:33 pm March 14, 2023
પંકજ પંડિત

 

પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

શીતળા સાતમનું વ્રત ખાસ કરીને ગુજરાતના દરેક વિસ્તારોમાં ઊજવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે લોકો ઠંડી રસોઈ જમીને શીતળા સાતમનું વ્રત કરે છે. તેના માટે સાતમના આગળના દિવસે રાંધણ છઠ્ઠે રસોઈ બનાવી દેવામાં આવે છે, અને બીજા દિવસે સાતમે તે ઠંડી રસોઈ જમવામાં આવે છે. જે વ્રતધારી મહિલાઓ દ્વારા પૂજા અર્ચનાનું સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. આ પર્વમાં શીતાળા માતાની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત ગેસ, ચુલા સાધનોની પૂજા કરવામાં આવે છે.