ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ 22 એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરાઈ..
- 6:42 pm March 14, 2023
હાલ સમગ્ર ગુજરાતમાં 10 અને 12 માં બોર્ડની પરીક્ષાઓ નો આરંભ થયો છે. જેથી પરીક્ષા કેન્દ્રો થી ઘરે સમયસર પહોંચે તે માટે ઝાલોદ એસ.ટી ડેપો મેનેજર મુનિયા દ્વારા એકસ્ટ્રા બસ સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી કોઈ અગવડતા ઉભી ન થાય. હાલ સંજેલી કેન્દ્રના વિધાર્થીઓ ઝાલોદ સહુથી વધુ આવતા હોવાથી સંજેલી માટે સહુ થી વધુ બસની ફાળવણી કરવામાં આવી હતી.
ઝાલોદ એસ.ટી ડેપો મેનેજર દ્વારા 7 ગાડી સંજેલી માટે, ભીમપુરી 3 ગાડી, બલેંડિયા 2 , રાયપુરા 1 , રાજડિયા 1 , ફતેપુરા 2 ,ખાખરીયા 1 , સુથારવાસા 2 , ચાકલિયા થી લીમડી 1 , કચલઘરા થી લીમડી 1 , કંકાસિયા 1 ના રૂટ માટે આટલી એકસ્ટ્રા બસો મુકવામાં આવી હતી.
આમ એસ.એસ.સી ની પરીક્ષા માટે 22 અને એચ.એસ.સી ની પરીક્ષા માટે 22 આમ ઝાલોદ ડેપો મેનેજર દ્વારા 44 એકસ્ટ્રા ટ્રીપ માટે બસો દોડાવી વિધાર્થીઓના હિત માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.એકસ્ટ્રા બસ સિવાય રૂટિન ચાલતા રૂટ પ્રમાણેની બસો તેનાં અવર જવર માટે ચાલુ જ હતી. એકસ્ટ્રા બસની સુવિધા હોવાથી બસ સ્ટેશનમાં કોઈ પણ જાતની વિધાર્થીઓની ભીડ સર્જાઈ ન હતી. આટલા મોટા પ્રમાણમાં પરીક્ષા લક્ષી રૂટો માટે બસની વ્યવસ્થા પ્રથમવાર ઝાલોદ ડેપો માંથી કરવામાં આવી હતી. આમ ઝાલોદ ડેપો મેનેજર દ્વારા સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.