મહુવામાં ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ LCB એ ઝડપી પાડ્યો..

  • 5:13 pm March 15, 2023

 

 

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૫૩૬ તથા બિયર ટીન-૪૮૦ મળી કિ.રૂ.૪,૨૨,૦૪૦/-નાં મુદ્દામાલ સહિત કુલ રૂ.૧૧,૪૨,૦૪૦/-નો મુદ્દામાલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો  સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મેહુલભાઇ મધુભાઇ સોલંકી રહે.કુંડળ ઢસીયા તા.મહુવાવાળાની વાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની હેરફેર થતી હોવાની માહિતી આધારે રેઇડ કરતાં વાહનમાંથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવેલ. તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-

1. અશ્વિનભાઇ ઉર્ફે કાળીયો ધીરૂભાઇ શિયાળ ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.જનતા પ્લોટ નં-૧,કુટીર નીવાસ, ખોડીયાર મંદીરની બાજુમા મહુવા જી.ભાવનગર

2. ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા રહે.મહુવા જી.ભાવનગર (પકડવાનાં બાકી)

3. શ્યામભાઇ પીઠાભાઇ ગઢવી રહે.મહુવા જી.ભાવનગર (પકડવાનાં બાકી)

4. મેહુલભાઇ મધુભાઇ સોલંકી રહે.કુંડળ ઢસીયા તા.મહુવા (પકડવાનાં બાકી)

5. હીતેષભાઇ રવજીભાઇ સરવૈયા રહે.મહુવા (પકડવાનાં બાકી)

6. મોટી ઉંમરનો અજાણ્યો ઇસમ (પકડવાનાં બાકી)