ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી લીમડી પોલિસ..

  • 5:45 pm March 15, 2023
પંકજ પંડિત

 

દાહોદ પોલિસ અધિક્ષક બલરામ મીણા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ પોલિસ ડ્રાઇવનું આયોજન કરેલ તે અન્વયે નાયબ પોલિસ અધિક્ષક ડી.આર પટેલ, ઝાલોદ, સર્કલ પોલિસ ઈન્સ્પેક્ટર એચ.સી.રાઠવાનાં માર્ગદર્શન મુજબ લીમડી પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એફ. ડામોર એક્શનમાં આવી નાસતા ફરતા આરોપીને પકડવા અલગ અલગ ટીમની રચના કરેલ તે અન્વયે અ.પો.કો પ્રદિપભાઈ નટુભાઈ, અ.પો.કો મહેશભાઈ અશોકભાઈ તથા અ.પો.કો ધનંજયભાઈ સમુભાઈ દ્વારા લીમડી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન સચોટ બાતમીને આધારે પ્રોહી. ગુન્હામાં નાસતો ફરતો આરોપી ગીરીશભાઈ રૂપસિંહભાઈ ડામોર ( કારઠ, ખરસોડ, દુઘતળાઇ ફળીયુ  તાલુકો ઝાલોદ  ) ને તેના ઘરે થી ઝડપી પાડવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ લીમડી પોલીસને છેલ્લા 10 મહિનાથી પ્રોહી. ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.