પ્રાંતિજના મૌછા ફતેપુર રોડના વળાંકમાં અચાનક નીલગાય આવી જતાં ઈકો પલ્ટી ખાઈ જતાં એકને ઈજા..

  • 5:59 pm March 15, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

- પ્રતિકારાત્મક તસવીર

પ્રાંતિજ તાલુકાના મૌછાથી ફતેપુર જતાં રોડ પર થઈને ત્રણ દિવસ અગાઉ પસાર થઈ રહેલ ઈકો કારના ચાલકે રોડના વળાંકમાં અચાનક નીલગાય આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ઈકો રોડની સાઈડમાં આવેલ તારની વાડ વાળા ખેતરમાં પલ્ટી ખાઈ જતાં વજાપુર ગામના ચાલકને ઈજા થયાની ફરિયાદ સોમવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગે વજાપુર (લવારી) ગામના વિક્રમસિંહ લાલસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૩ માર્ચના રોજ સાંજના સુમારે મૌછાથી ફતેપુર જતાં રોડ પર થઈને પસાર થઈ રહેલ ઈકો નં.જીજે.૦૯.બી.જે ૮૩૮૮નો ચાલક ઈકો લઈ જઈ રહ્યા હતા ત્યારે વળાંકમાં અચાનક નીલગાય આવી ગઈ હતી જેથી ઈકો ચાલક ખુમાનસિંહ રાઠોડે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ઈકો પલ્ટી ખાઈ જતાં ખુમાનસિંહ રાઠોડને ઈજા થતાં વિક્રમસિંહ રાઠોડે ઈકોના ચાલક ખુમાનસિંહ વિરૂધ્ધ સોમવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.