અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી AHTU પાટણ..

  • 7:04 pm March 15, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

વારાહી પોલીસ સ્ટેશન.પાર્ટ એ ગુનાં હેઠળ આઈપીસી કલમ ૩૬૩ મુજબના ગુના હેઠળ છેલ્લા પાંચ માસથી અપહરણ થયેલ કિશોરીને તથા નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી AHTU પાટણ

પાટણ જિલ્લા નાં વારાહી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનાં.ર.ન.૧૧૨૧૭૦૩૬૨૨૦૪૪૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબના ગુનાના કામે છેલ્લા પાંચ માસથી અપહરણ થયેલ કિશોરીને તથા નાસતા ફરતા આરોપીને  AHTU પાટણ ટીમ એ શોધી કાઢ્યો છે.

પાટણ જિલ્લા મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથલીયા  સરહદી રેન્જ, ભુજ તથા મે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી અપહરણ તેમજ ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા કરેલ સુચના નાં આધારે પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. વસાવા AHTU, પાટણ તથા એ.એચ.ટી.યુ. સ્ટાફની ટીમ ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓ શોધવાની અને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે વારાહી પોલીસ.સ્ટેશન પાર્ટ એ ગુરન.૧૧૨૧૭૦૩૬૨૨૦૪૪૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબના ગુનાના કામે ભોગ બનનારને તથા આરોપી મહેશજી કેશાજી ઠાકોર ઉંમર વર્ષ.૨૩ રહે દહીસર તા.સાંતલપુર જી.પાટણવાળો કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી દહીસરથી ભગાડી લઇ ગયેલ હોઈ જે આરોપી ભોગ બનનારને લઇ જઇ હાલમાં ગામ.કીલવા તા.સાંચોર જી.ઝાલોર રાાન ખાતે રહે છે. જે હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે જઇ તપાસ કરી આરોપી અને ભોગબનનારને ગામ કીલવા તા.સાંચોર જી.ઝાલોર રાસ્થાન ખાતેથી શોધી કાઢી આગળની વધુ તપાસ અર્થે વારાહી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.તેમજ વારાહી પોલીસ એ ગુનો નોંધી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પકડેલ આરોપીની વિગત:-

(૧) મહેશજી કેશાજી ઠાકોર ઉ.વ.૨૩ રહે.દહીસર તા.સાંતલપુર જી.પાટણ

આમ, ભોગબનનાર અને છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવતા એ.એચ.ટી.યુ. સ્ટાફની ટીમ ની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.