હળવદના ગ્રામ્ય પંથકની સગીરાને લગ્નની લાલચે પરણીત યુવાન ભગાડી જતાં ફરીયાદ નોંધાઈ..

  • 6:48 pm March 16, 2023
અમિત વિંધાણી, હળવદ

 

 

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાને સુંદરગઢ ગામે રહેતો પરણિત યુવાન એવો ખોડા કાનજી ખાભડીયા ગઈ તા.14 માર્ચના રોજ લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા ચકચાર મચી ગઈ છે, નોંધનીય છે કે, ભોગ બનનાર સગીરા ધોરણ 10ની પરીક્ષા આપીવાની હતી અને હાલમાં પરીક્ષા ચાલુ છે ત્યારે સગીરાની શૈક્ષણિક કારકિર્દી પણ બગડી છે. હાલમાં હળવદ પોલીસ દ્વારા ખોડા વિરુદ્ધ આઈપીસી 363,366, પોક્સો એક્ટની કલમ 18 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.