યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ પર રાજનીતિ થઈ પણ અંબાજી ક્યારે બનશે ગંદકી મુક્ત..!: અંબાજી મંદિરના શક્તિદ્વાર સામે જ ગંદકીનો ઢગલો..

  • 7:07 pm March 16, 2023
રિપોર્ટર-જીતેન્દ્ર સોલંકી

 

 

 

ભારે વિવાદ બાદ અંબાજીમા મોહનથાળ પ્રસાદનો તો અંત આવી ગયો, પણ યાત્રાધામ અંબાજીમા ગંદકીનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ વર્ષોથી ચાલી રહ્યો છે. સરકાર શક્તિપીઠ અંબાજીની સ્વચ્છ સુંદર અને નિર્મલ અંબાજીની મોટી મોટી વાતો તો કરે છે પણ અંબાજીની હકીકત કઈક જુદીજ છે. અંબાજીના દરેક વિસ્તારમાં ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગંદકીનો અંત આવતો નથી કે પછી તંત્ર દ્વારા ધ્યાને લેવાતું નથી.

અંબાજીમાં વિવિધ સ્થાને તો ગંદકીના ઢગલાઓ જોવા મળતા હોય છે પણ જ્યારે અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ આવેલી ગલીમા મોટા પ્રમાણમા ગંદકી જોવા મળી રહ્યી છે. તો અંબાજી મંદિર દ્વારા સોંપેલી સફાઈ એજન્સી કામગીરીની બાબત હોય કે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સફાઈની કામગીરી હોય નિષ્ફળ રહી છે કે પછી તંત્ર કામ કરવા માગતું નથી. અંબાજીના સ્થાનિકો દ્વારા વારંવાર તંત્ર સામે રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે. નિષ્ફળ તંત્ર ક્યારે યાત્રાધામ અંબાજીને સ્વચ્છ સુંદર અને નિર્મલની છવિ તૈયાર કરશે. તે એક મોટો સવાલ વર્ષોથી અંબાજીમા ચાલી રહ્યી છે.