હળવદના વાંકીયા ગામે ખનીજ ચોરી કરતું હિટાચી સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત..

  • 7:28 pm March 16, 2023
અમિત વિંધાણી, હળવદ

 

મોરબી જિલ્લામાં ખનીજચોરી ડામવા ખાણખનીજ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ખાણખનીજ વિભાગે હળવદ તાલુકાના વાંકિયા ગામે રેઇડ પાડી બ્લેકટ્રેપ ખનીજની ચોરી કરી રહેલ રૂપિયા 15 લાખનું હિટાચી મશીન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના અન્વયે રોયલ્ટી ઇન્સ્પેકટર રવિભાઈ કણસાગરા, માઇન્સ સુપર વાઇઝર ગોપાલ ચંદારાણા અને મિતેશ ગોજીયાની ટીમે હળવદ તાલુકાના વાંકિયા ગામે દરોડો પાડી બ્લેકટ્રેપ ખનીજની ચોરી કરતું પીળા કલરનું  હિટાચી મશીનને કબ્જે કરી ખોદકામ કરી રહેલા વિજય લાલજી વડસોલા વિરુદ્ધ દંડનીય અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.