ડભોઇમાં નેશનલ ટી.બી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત ડોક્ટરોની મિટિંગ યોજાઈ..

  • 8:06 pm March 16, 2023
ચેતન પટેલ, ડભોઇ

 

ડભોઇમાં હોટલ દર્શનમાં જિલ્લા અધિકારી દ્વારા નેશનલ ટી.બી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત સરકારી તેમજ પ્રાઇવેટ ટી.બી ડોક્ટરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સરકાર દ્વારા પ્રોગ્રામ વિષયક માહિતી ડિસ્ટ્રીકટ ટી.બી ઓફિસર દ્વારા દરેક ડોક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ N.T.E.P પ્રોગ્રામ વધુમાં વધુ લોકો સુધી પોહચે તે હેતુથી ડભોઇ તાલુકાના પ્રાઇવેટ ડોક્ટરોને જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગુડિયા રાની, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ડો.સેજલ ચાવડા, તેમજ સેક્રેટરી ડોક્ટર પ્રિતેશ પરમાર તેમજ ડભોઇ તાલુકાના તમામ પ્રાઇવેટ ડોક્ટરો તેમજ ગવર્મેન્ટ મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહી ટી.બી ને લાગતી માહિતી પૂરી પાડવામાં આવી હતી.