સાંતલપુરના ચારણકા પ્લાન્ટમાં શ્રમ વિભાગના ધામાં: ઓનલાઇન અરજી કરાતાં કેટલાક કોન્ટ્રાક્ટરોમાં ખળભળાટ..

  • 5:08 pm March 17, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાનાં સાંતલપુર ખાતે ચારણકા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર પાર્કનું બિરુદ મેળવેલ છે. તે ચારણકા સોલાર પાર્કમાં કર્મચારીઓનું કોન્ટ્રાકટરો દ્વારા શોષણ થતું હોવાની અને મીનીમમ વેતનનાં આપવા મામલે અરજી થતાં જિલ્લા શ્રમ અધિકારી રૂબરૂ દોડી આવ્યા હતા. સોલરપાર્ક સ્થિત કંપનીઓ પાસેથી મેન પાવરની વિવિધ માહિતી મંગાવી હતી.

સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર પાર્કમાં કોન્ટ્રાકટરો દ્વારા કર્મચારીઓનું શોષણ થયું હોવાની ઓનલાઈન રવ થવા પામી હતી. જેમાં સોલાર પાર્કમાં કામ કરતા કર્મચારીઓ પોતાના હક્કોથી વંચિત રખાતા હોવાંની તેમજ કર્મચારીઓને મીનીમમ વેજલઘૂતમ વેતન મળતુંના હોવાની અને આઠ કલાકની જગ્યા પર 12 કલાક કામ કરાવાનુ હોવાની પગાર સ્લીપો નહિ આપવાની ફેકટરી એક્ટનાં નિયમોનુ કોઈ પાલન કરાંતુ નહિ હોવાની ઘટના થવા પામી હતી. જેને લઇને શ્રમ અધિકારી મનસ્વી કથરિયાએ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી. સોલાર પાર્ક સ્થિત વિવિધ કંપનીઓ પાસેથી મેન પાવર સપ્લાયની તમામ માહિતીઓ માંગી સઘન તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે સોલાર પાર્કમાં અમુક કંપનીઓ દ્વારા મીનીમમ વેજનું પાલન કરવામાં આવે છે અને કર્મચારીઓને પૂરતું પગાર ધોરણ આપવામાં આવે છે, જ્યારે કે ઊંચી નીકળેલા કોન્ટ્રાકટરો કે એજન્સીઓ મનમાની ચલાવી લાચાર કર્મચારીઓનું શોષણ કરે છે.

એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક એવા ચારણકામાં અમુક કંપનીઓ દ્વારા મીનીમમ વેજનુ પાલન કરવામાં આવે છે. અને કર્મચારીઓને પૂરતો પગાર ધોરણ આપવામાં આવે છે. લેબર અધિકારી મનસ્વી કથરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને સોલાર પાર્કમાં કર્મચારીઓનું શોષણ થતું હોવાની ફરિયાદ મળી છે. સોલાર પાર્કમાં મીનીમમ વેજ પ્રમાણે કામ કરતા કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવતું નથી હોવાની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જે હાલમાં તપાસ ચાલુ છે જો નિયમ પ્રમાણે કર્મચારીઓને વેતન નહિ ચૂકવાતુ હોઈ તો કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવશે.