ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામ ખાતેથી માદક-પદાર્થ વનસ્પતિજન્ય(ગાંજા)નો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી, બ્રાંચ ..

  • 7:21 pm March 17, 2023
સુરેશ ભાલીયા, જેતપુર

 

ગેરકાયદે માદક-પદાર્થ રાખી કે વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક જયપાલસિહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સપેક્ટર કે. બી. જાડેજા તથા પો.સબ.ઇન્સ.બી.સી.મીયાત્રા તથા કે.એમ.ચાવડા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીમાં હતા. દરમ્યાન સંયુક્ત બાતમી આધારે પ્રતિ મળેલ કે, અરજણભાઈ રણછોડભાઇ બાબરીયા રહે.મોટી ખીલોરી ગામ તા-ગોંડલ જી-રાજકોટ વાળો પોતાના રહેણાંક મકાનમાં ગે.કા.વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થાનું વેચાણ કરે છે. તેમ હકિકત મળેલ હોય, જે હકિકત આધારે મજકુરના હેાંક મકાને રેઇડ કરતા આરોપીના કબ્જામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૫ કિલો ૨૦૦ ગ્રામ જેની કિ.રૂ.૫૨,૦૦૦/- સાથે ઝડપી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો જીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી: અરજણભાઈ રણછોડભાઇ બાબરીયા જાતે-પટેલ ઉ.વ-૬ર ધંધો-ખેતી રહે,મોટી ખીલોરી ગામ, રામજી મંદીર ચોક પાછળ તા-ગોંડલ જી-રાજકોટ

કબ્જે કરેલ મુદામાલઃ- વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૫ કિલો ૨૦૦ ગ્રામ જેની કિંમત રૂ.૫૨,૦૦૦/-