મોડલ ડે સ્કૂલ સણોસરામાં NSS દ્વારા સેફટી ક્લિનિકનો કાર્યક્રમ યોજાયો..
- 7:34 pm March 17, 2023
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મોડેલ સ્કૂલ સણોસરામાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સેફટી ક્લિનિકનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે આશીર્વાદ ગેસ એજન્સીના માલિક મુકેશભાઈ શાહ તથા સુમિતભાઈ પધાર્યા હતા. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશીર્વાદ ગેસ એજન્સીમાંથી આવેલ મુકેશભાઈ શાહે બાળકોને ઘરમાં વપરાતા ગેસ માટેની વિગતથી માહિતી આપી હતી અને બાળકોને પ્રશ્નોત્તરી સાથે પ્રેક્ટીકલ બતાવીને આ કાર્યક્રમ રજૂ કર્યો હતો જેનાથી બાળકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ગેસ ચૂલા, ગેસના બાટલાનું વજન વગેરે બાબતો તેમજ ગેસ કેમ શરૂ કરવો, કેમ બંધ કરવો, તેમજ સિલિન્ડર કેવી રીતનું પેક કરવું વગેરે બાબતો શીખવામાં આવી હતી. તેમજ જે બાળકોને આ બાબતમાં જાણકાર હતા તેમને પ્રેક્ટીકલ કર્યું તેઓને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ઝાંપડિયા હરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણ અને NSS ના સ્વયંસેવકોએ સારી જહેમત ઉઠાવી એ બદલ મોડેલ ડે સ્કૂલ સણોસરાના પ્રિન્સિપાલ ડૉ.મનોજભાઈ ચૌહાણે સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.