સુરતના લિંબાયતમાં ખાડી કિનારે આવેલ ટાઇલ્સના વેસ્ટેઝ રૂમમાંથી મૃત નવજાત મળી આવ્યું..
- 7:19 pm March 18, 2023
સુરતમાં નવજાત બાળકોને તરછોડી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં ખાડી કિનારે આવેલા એક ટાઇલ્સના વેસ્ટેઝ રૂમમાંથી મૃત નવજાત મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃત નવજાતને કોણ છોડી ગયું એ દિશામાં તપાસ સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી કિનારે એક ટાઇલ્સનો વેસ્ટેઝ રૂમ આવેલો છે. જેમાં આજે સવારે એક મૃત નવજાત મળી આવ્યું હતું. રૂમમાં મૃત નવજાત હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા મૃત નવજાતને કોણ છોડી ગયું એ દિશામાં તપાસ હાથ ધરી છે.
મૃત નવજાત મળતા લોકોએ ફિટકાર વરસાવી નવજાત બાળકને ટાઇલ્સના વેસ્ટેઝ રૂમમાં ફેંકી દેવામાં આવ્યું હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોએ એકઠાં થઈ ગયા હતા. આ સાથે જ લોકોએ નવજાને તરછોડી દેનાર સામે ફિટકાર વરસાવી હતી.
સુરતમાં સમયાંતરે નવજાતને ફેંકી દેવની ઘટનાઓ સામે આવી રહે છે. થોડા સમય પહેલાં જ એક સગીરા દ્વારા જન્મ બાદ નવજાતને ફેંકી દેતા મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સુરતમાં ચર્ચા પણ જગાવી હતી. સુરતમાં કચરામાં ફેંકી દેવાથી નવજાતના મોતની ઘટનાઓ પણ બની છે.