લોકોની મહેનતના નાણાંને ઈન્વેસ્ટમેન્ટના નામે ઓળવી જનારા ઝડપાયા

  • 7:21 pm March 18, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

બીલીમોરા ખાતે લાઈફ ટાઈમ ગ્રુપ બનાવીને 1200 રોકાણકારો સાથે 15 કરોડની છેતરપિંડીના કેસમાં સીઆઈડી ક્રાઈમે 4 ડિરેક્ટરોની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ સૂત્રોનું માનીએ તો લાઈફ ટાઈમ ગ્રુપ દ્વારા લોકોને એલઆઇસીની જેમ વિવિધ પોલીસી અને પેન્શન યોજના સ્કીમ આપવામાં આવતી ત્યાર બાદ તેમને, એફડી અને સ્કીમ ની લાલચ આપી છેતરપીંડી કરાતી હતી. એલઆઇસીની જેમજ એજન્ટ રાખીને તગડા કમિશન વસૂલાતા હતા. સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સી આઇ ડી ક્રાઇમ માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.