વડોદરામાં અલગ-અલગ વિસ્તારમાં અકસ્માતના ત્રણ બનાવ નોંધાયા; દુમાડ બ્રિજ નીચે સર્જાયેલા અકસ્માતમાં એક વૃદ્ધનું મોત..

  • 7:36 pm March 18, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

- પ્રતિકારાત્મક તસવીર

વડોદરા શહેર નજીકના દુમાડ બ્રિજ નીચે સર્જાયેલા અકસ્માતમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે કાલા ઘોડા અને રાજમહેલ રોડ પર બાઈક અકસ્માતમાં બે યુવકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના પ્રથમ બનાવની મળતી વિગત મુજબ શહેરના દુમાડ ચોકડી એક્સપ્રેસ વેના બ્રિજ નીચે અજાણ્યા વાહનની ટકરે 60 વર્ષીય મંગળભાઇ નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. 

અકસ્માતના બીજા બનાવની મળતી વિગત મુજબ કમાટીબાગના કાલાઘોડા નજીકના ગેટ પાસે બે બાઈક સામસામે અથડાતા અવિનારા રાજારામ તારસૂલીયા ઉંમર ૪૫ રહે વુડાના મકાન અકોટા બ્રિજ અને ઈજા પહોંચી હતી. 

અકસ્માતના ત્રીજા બનાવની મળતી વિગત મુજબ માંજલપુર ગામના મેઇન રોડ પર રહેતા ૪૫ વર્ષીય ઉલ્લાસ માધવ ગણદેવીકર સવારે ૭:૫૦ વાગ્યે રાજમહેલ રોડ પર મોબાઈલ વાળા શોપની દુકાનની પાસેથી બાઈક પરથી જાતે પડી જતા તેમને ઈજા પહોંચી હતી.