જૂના સિક્કા-નોટોની હરાજીમાં RBIની ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા

  • 11:06 pm May 26, 2023

 

જૂના સિક્કા-નોટોનું કલેક્શન કરનારા માટે સમાચાર

નવી દિલ્હી,

જા તમે પણ જૂના સિક્કા, નોટોનું કલેક્શન કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ બજારમાં જૂની નોટો અને સિક્કાઓની હરાજી થઈ રહી છે. આ નોટોની દરરોજ ઓનલાઈન માર્કેટમાં હરાજી થઈ રહી છે. ધીરે ધીરે આ નોટોની હરાજી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ જાઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ લોકોને ચેતવણી આપી છે.

આરબીઆઈએ પહેલા જ કહ્યું છે કે જૂના સિક્કા કે નોટોને લગતા સમાચાર ફક્ત કેન્દ્રીય બેન્કના હવાલાથી જ આવે છે. જ્યારે આરબીઆઈની આવી કોઈપણ હરાજી કે વેચાણમાં કોઈ ભૂમિકા નથી. જા તમે જૂની નોટો અથવા સિક્કા વેચવા માંગતા હોવ તો તમારે પણ આરબીઆઈની ગાઈડલાઈન્સ વાંચી લેવી જાઈએ. આરબીઆઈએ જણાવ્યું કે આવા ઓનલાઈન સિક્કા વેચવા કે ખરીદવામાં લોકો સાથે છેતરપિંડી થાય છે. લોકોને છેતરવાની આ એક રીત છે. આ રીતે લોકો ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારે આ પ્રકારની છેતરપિંડીથી હંમેશા સાવચેત રહેવું જાઈએ. આવા ઘણા મામલા આરબીઆઈના ધ્યાન પર આવ્યા છે, જેમાં આરબીઆઈના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ છેતરપિંડી કરતા ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પાસેથી ચાર્જ, કમિશન અથવા ટેક્સની માંગ કરવામાં આવે છે. લોકોનો દાવો છે કે જા તેઓ જૂની નોટો વેચશે તો તેમને લાખો રૂપિયા મળશે. આ પ્રકારની  કોઈપણ પ્રવૃત્તિઓમાં આરબીઆઈ સામેલ નથી.

આરબીઆઈએ ખુલાસો કર્યો છે કે આરબીઆઈ ન તો આવી કોઈ બાબતોમાં સામેલ છે અને ન તો તેના વતી આવી કોઈ ડીલ કરવામાં આવે છે. આ ફક્ત લોકોનો વિશ્વાસ જીતવાની માત્ર એક રીત છે. લોકો આરબીઆઈ પર વિશ્વાસ કરે છે, તેના કારણે તેઓ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બને છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ કોઈ પણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિને આવી ટ્રાન્ઝેક્શન ફી લેવા માટે અધિકૃત કર્યા નથી. લોકોએ આ પ્રકારની છેતરપિંડીથી બચવું જાઈએ. જા તમે ક્યારેય આવી કોઈ જાહેરાત જુઓ છો, તો તમે તેના વિશે સાયબર સેલને જાણ કરી શકો છો. જા શક્ય હશે તો આવા છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.