સુરતનાં ડુમસના દરિયા કિનારે ક્યારેય ન મરતી આ ફિશ જોવા મળતાં લોકોના ટોળા ઉમટ્યાં..
- 9:56 pm July 24, 2023
સુરત,
દુનિયામાં અનેક વિચિત્ર જીવ અસ્તિત્વ ધરાવે છે. આ જીવ લોકો વચ્ચે તેની ખાસિયતોના કારણે આકર્ષણનું કેન્દ્ર બને છે. આવો જ એક જીવ છે ખાસ પ્રકારની જેલી ફિશ. આ જેલી ફિશ ખાસ એટલા માટે છે કે, તે અમર છે. જી હાં આ જેલી ફિશ ક્યારેય મરતી નથી આ ઉપરાંત તેના અન્ય ગુણ પણ વિશ્વ વિખ્યાત છે. આ જેલી ફિશ ડુમસના દરિયા કિનારે જોવા મળતાં લોકોના ટોળાં એકત્ર થયા હતાં.બાદમાં પર્યાવરણની સંસ્થા દ્વારા બીચના પાણીમાં તેને છોડી મૂકાઈ હતી.જેલી ફિશ એક પ્રકારની માછલી જ છે. દુનિયાભરમાં જેલિફિશની 1500થી વધારે પ્રજાતિ છે. આ માછલી જોવામાં પારદર્શી હોય છે. પરંતુ તે ખતરનાક પણ હોય છે. તેના ડંખથી માણસનું મોત પળવારમાં થઈ જાય છે. જેલી ફિશનું અસ્તિત્વ માણસ કરતાં પણ વધારે જૂનું છે. જેલી ફિશ ડાયનોસોર સમયથી ધરતી પર છે. ડુમસ બીચ પર જેલી ફિશ જોવા મળી હતી. જેથી સચિનના ફ્રેન્ડસ ઓફ એનિમલ્સની ટીમના સભ્યોને જાણકારી મળતા તેમના દ્વારા જેલી ફિશનો બચાવ કરી ડુમસ બીચના પાણીમાં છોડી દીધી હતી.પર્યાવરણ સંસ્થાએ કહ્યું કે, જેલી ફિશ ક્યારેય ન મરે તેવો જીવ છે. કારણ કે તેના અંદર એવી ખાસિયતો હોય છે. જો જેલી ફિશને કાપી નાંખવામાં આવે તો તેના બે ભાગમાંથી પણ અન્ય જેલી ફિશ જન્મ લે છે. જેલી ફિશમાં 95 ટકા પાણી હોય છે. તેના કારણે આ માછલી પારદર્શક હોય છે. હાથમાં સમાઈ જાય તેવડી જેલી ફિશ ડુમસના દરિયા કિનારેથી મળતાં તેને પાણીમાં ફરી છોડી મૂકાઈ હતી.