કાર્ડધારકોને મળવાપાત્ર જથ્થો કરતાં ઓછા આપતા પાટણના બે દુકાનદારો સામે ફરિયાદ દાખલ

  • 9:46 pm July 25, 2023
જે.પી વ્યાસ, પાટણ

 

પાટણ,

12 જુલાઇના રોજ જિલ્લા કલેકટરની સૂચનાથી પ્રોબેશનરી અધિકારી વિધ્યાસાગર તથા પુરવઠા નિરીક્ષક વાજબી ભાવની દુકાને મુલાકાત અર્થે ગયા હતા. તેઓએ (1) ધી પ્રગતિ ગ્રાહક સહ. ભંડાર લી., સંચાલક વાજબી ભાવની દુકાન, ઠે. પીપળીગેટ પાટણ -23, (2) મનોજ ડી. બારોટ  સંચાલક વાજબી ભાવની દુકાન ઠે. છીંડીયા દરવાજા પાટણ -29, આ બને દુકાનદારોની દુકાનની મુલાકાત દરમ્યાન ઈ – કૂપનથી વિતરણ કરતાં નથી તેવું ધ્યાનમાં આવેલ હોવાથી હાજર રહેલા કાર્ડધારકો પૈકી 3 થી 4 ને પ્રોબેશનરી અધિકારી વિધ્યાસાગર દ્વારા પૂછપરછ કરતાં મળવાપાત્ર જથ્થો કરતાં ઓછા જથ્થો આપી વધારાનો જથ્થો વગે કરવાનો પ્રયત્ન કરેલ હોવાથી એસેનશીયલ કોમોડિટી એક્ટ 1955 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવી યોગ્ય જણાતી હોઈ પુરવઠા નિરીક્ષક દ્વારા બને વાજબી દુકાનદારો સામે 19 જુલાઇના રોજ  પાટણ સિટી "એ" ડિવિજન પોલીસ સ્ટેશનમાં F.I.R. દાખલ કરાવેલ છે જે જિલ્લા પુરવઠા અધિકારીની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.