સુબીર તાલુકાના જામાલા ગામમાંથી દારૂની ખેપ મારતા ખેપિયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધો
- 9:54 pm July 25, 2023
- પ્રતિકાત્મક તસવીર
ડાંગ,
સુબીર પોલીસે જામાલા ગામમાં 38 વર્ષીય યુવકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો. તેમજ કુલ કિંમત રૂપિયા 20,330/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના જામાલા નાકા પર પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. ત્યારે મોટરસાયકલ રજી. નં.GJ -26-F - 9245 આવતા શંકાના આધારે મોટરસાયકલ અને ચાલકની તપાસ કરવામાં આવી હતી. ત્યારે મોટરસાયકલ ની સીટ નીચેથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટની સુગંધી સંતરાની કુલ બોટલ નંગ- 119 મળી આવેલ. જે બાદ પોલીસે મોટર સાયકલ ચાલક હિતેશ મનુભાઈ ચૌધરી (ઉ.વ.38 રહે. ગામ.કેળકુઈ તા.વ્યારા જી.તાપી)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દારૂનો કુલ જથ્થો જેની કિંમત રૂપિયા 8330/- હોય, મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 10,000/- હોય તથા મોબાઇલ નંગ -1 જેની કિંમત રૂપિયા 2000/નો મળી કુલ કિંમત રૂપિયા 20,330/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અને દારૂનો જથ્થો ભરી આપનાર કાકા વાઇન શોપના ઈસમને (જેનું નામ ઠામ જણાઈ આવેલ નથી) જેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ અંગેની ફરિયાદ સુબીર પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.