રાધનપુર નેશનલ હાઇવે માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ટેલર ઝડપી લેતી ભુજ રેંજ ટીમ અને રાધનપુર પોલીસ
- 10:01 pm July 25, 2023
પાટણ,
પાટણ જિલ્લાનાં રાધનપુર નેશનલ હાઈવે 27 જેતલપુરા પાસે દારૂનું કન્ટેનર ઝડપાયું હતું. રાધનપુર પોલીસ અને આર.એસ.એલ ટીમ અને વિઝુલેન્સ ટીમેં દારૂ ઝડપ્યો હતો. જે અંદાજિત 24 લાખનો વિદેશી દારૂ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. જે મુદ્દામાલ સાથે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે કન્ટેનર લાવવામાં આવ્યુ હતું અને આગળ ની વધુ તજવીજ રાધનપુર પોલીસે હાથ ધરી હતી.
રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા ટીન નંગ-૭૧૦૪ કુલ કિં.રૂ.૧૪,૮૩૪૦૪/- સાથે કુલ કિં. રૂ.૨૪,૯૦૪૦૪/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ દ્રારા ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા નાઓએ દારૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસાર પો.ઇન્સ.ટી.આર.ચૈાધરી ના માર્ગદર્શન હેઠળ અ.હેડકોન્સ વિપુલભાઇ ખોડાભાઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજ નાઓને મળેલ બાતમી આધારે પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ રાધનપુર પોલીસ સ્ટેશન તથા રાધનપુર પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે મળી થરા રાધનપુર હાઇવે ઉપર ચૈાધરી હોટલ આગળથી ટ્રેલર ગાડી નંબર-જી.જે. ૧૨.બી.વાય-૧૮૯૭ વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા ટીન નંગ-૭૧૦૪ કુલ કિં.રૂ.૧૪,૮૩૪૦૪/- સાથે કુલ કિં. રૂ.૨૪,૯૦૪૦૪/- ના મુદ્દામાલ સાથે આરોપી ટ્રેલરના ચાલક બૈરવા રામધન પાંચુજી રામદેવજી ઉ.વ.૩૯ (ધંધો.ડ્રાયવીંગ રહેવાસી. ગૉવ-કોટડી તા.સરવાડ જી.અજમેર, રાજસ્થાન) વાળોને ઝડપી લીધો હતો. જયારે મુનિમ હંસરાજ ગુર્જર સુર્યાભાઇ નામના શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.