ઈડર તાલુકાના ગંભીરપુરા વિસ્તારમાં નાની બાબતને લઇ ઝઘડો થતા ખૂની ખેલ ખેલાયો

  • 9:33 pm July 26, 2023
જાકીર મેમણ‌‌‌

 

સાબરકાંઠા,

સાબરકાંઠા જિલ્લાના ઈડરનાં ગંભીરપુરા ખાતે ન જેવી બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા ખૂની ખેલ ખેલાયો છે. મળતી માહિતી મુજબ ગંભીરપુરા ખાતે રહેતા એક પરિવારના બકરા પાડોશીનાં મકાન આગળના ફૂલછોડ ખાઈ રહ્યા હતા ત્યારે બીજા સામેના મકાન માલિકે બકરીઓનાં માલીકને જાણ કરતા બંને પરિવારો વરચે વાત વાતોમાં મોટો ઝગડો થયો હતો. ત્યારે લુહાર સમીનાબેન ઈરફાનભાઈ જેઓ અયાદખાન પઠાણને ધરે બકરા ફૂલછોડ ખાવા મુદ્દે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તે સમય દરમિયાન બંને પરિવારો વરચે પહેલા સામાન્ય અને બાદમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી કર્યા પછી સમીનાબાનું અને રૂકસારબાનું ઘરે જતા રહ્યા હતા, કોઈ કારણોસર અયાદખાન પઠાણ પોતાના ઘરે ઢળી પડયા હતા ત્યારે તેમનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે પિતાનું કોઈક કારણોસર ચાલું ઝગડા દરમીયાન મોત નીપજતાં અયાદખાન પઠાણનાં પુત્રએ આવેશમાં આવીને તેમના ઘરે જઈ સમિનાંબાનુંનાં હાથ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઝઘડા વરચે પુત્રએ તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા મહિલાનો હાથ કાંડા માંથી કપાઈ ગયો હતો અને મહિલાને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે અન્ય બીજી સ્ત્રીને ખભાના પાછળના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતાં મહિલાને સાત ટાંકા આવ્યા હતા. ત્યારે ઈડર પોલીસે ધટના સ્થળે પહોંચી આગળની વધું તપાસ હાથધરી હતી.