રાણપુર ખાતે કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

  • 9:41 pm July 26, 2023
વિપુલ લુહાર | રાણપુર

 

બોટાદ,

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે કેરીયા રોડ પર આવેલ હેત વિદ્યાલય માં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3જી મે થી 26 મી જુલાઈ 1999 માં થયું હતું. આ યુદ્ધ લગભગ 2 મહિના 3 અઠવાડિયા અને 2 દિવસ સુધી ચાલેલું.જેમાં ભારતે પોતાના 527 વીર જવાન ગુમાવ્યા હતા. એને ભારતના 1363 સૌનિકો ઈજાગ્રસ્ત થાય હતા. આથી 26મી જુલાઈના દિવસ ને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવા રત્ન સમા વીર અમર જવાનોને હેત વિદ્યાલય શાળા પરિવાર તરફથી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.