સુંવાલી બીચ પરથી ચરસ મળ્યા બાદ પોલીસ એક્શનમાં, SOGની ટીમે સર્ચ ઑપરેશન હાથ ધર્યું
- 9:59 pm July 26, 2023
સુરત,
હજીરા સુંવાલી બીચના દરિયા કિનારે ઝાડી ઝાંખરા વાળી જગ્યામાંથી 9.590 કિલો અફઘાની ચરસનો જત્થો ઝડપાયો હતો. સુરત પોલીસે 4 કરોડ 79 લાખ 50 હજારનો ચરસનો આ જત્થો જપ્ત કરીને આ અંગે એટીએસને જાણ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. એવામાં સુરત એસઓજી પોલીસની ટીમે આજે સુંવાલી બીચ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુંસુરત શહેરમાં દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.સુરતના હજીરા સુંવાલી બીચના દરિયા કિનારે ઝાડી ઝાંખરા વાળી જગ્યામાંથી 9.590 કિલો અફઘાની ચરસનો જત્થો ઝડપાયો હતો. જેને લઈને આજે સુરત એસઓજી પોલીસની ટીમે સુંવાલી બીચ પર તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.પોલીસે અલગ અલગ ટીમ બનાવી સુંવાલી બીચ ખાતે આવેલી તમામ ઝાંડા-ઝાંખરી વાળી જગ્યામાં તપાસ હાથ ધરી હતી. 40થી વધુ કર્મચારીઓનો કાફલો આજે સુંવાલી બીચ પર પહોચ્યો હતો અને અંદાજીત 4 કિલોમીટર સુધી બીચના ખૂણે ખૂણે તેમજ ત્યાં આવેલી ઝાંડી ઝાંખરીઓમાં તપાસ હાથ ધરી હતી.સુરતમાં બે દિવસ પહેલા બાતમીના આધારે એસઓજી અને પીસીબી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સુંવાલી બીચ દક્ષિણ દિશા તરફ દરિયા કિનારે ઝાડી ઝાંખરા વાળી જગ્યામાંથી 4 કરોડ 79 લાખ 50 હજારની કિમતનો 9.590 કિલો અફઘાની ચરસનો જત્થો ઝડપી પાડ્યો હતો. કુલ એક કિલોથી વધુ વજનના 9 જેટલા ચરસના પ્લાસ્ટિકના એરટાઈટ રેપરથી પેક કરેલા પેકિંગ મળી આવ્યા હતા. જેના ઉપર અફધાનિસ્તાન દેશના થેલા ઉપર અરબી ભાષામાં અફઘાન પ્રોડક્ટ લખેલું લખાણ પણ મળી આવ્યું છે.FSL દ્વારા આ માદક પદાર્થ હાઈ ક્વોલીટી અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક અભિપ્રાય આપ્યો છે. જેની આંતર રાષ્ટ્રીય કિમંત એક કિલોના 50 લાખ ગણી શકાય. સુરત પોલીસે ચરસના જત્થા અંગે એટીએસને જાણ કરીને તેમજ અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધી આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.