કરજણ ધાવટ ચોકડી પર સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાતા ટ્રાફિક નિયમો તોડતા નબીરાઓમાં ફાફડાટ

  • 10:32 pm July 26, 2023
મુકેશ અઠોરા | કરજણ

 

વડોદરા,

અમદાવાદ મા જે ઇસ્કોન બ્રિજ પર બનેલી ગોજારી દુર્ઘટના ને લઈને DGP દ્વારા ટ્રાફિક નિયમોનો પરિપત્ર બહાર પાડતા વડોદરા વડા પોલીસ તંતરના આદેશથી આજ રોજ કરજણ જુના બજાર વિસ્તારમાં ધાવટ ચોકડી પર કરજણ સ્થાનિક પોલીસ તેમજ RTO પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું. જેમાં બ્લેક ફિલિમ વિકલ, હેલ્મેટ, લાઇસન્સ, પીયુસી, વીમો, આર. સી. બુક. જેવા પેપર ચેક કરતા ટ્રાફિક નિયમ તોડનાર નબીરાઓમાં ફાફડાટ મચી જવા પામ્યો હતો. વાહન ચેકીંગ દરમિયાન વાહન ચાલકો સામે વાહન ટ્રાફિક અધિનિયમ એક્ટ મુજબ કાયદાકીય દંડ ભરવામાં આવ્યો હતો અને જે વાહન ચાલક દંડ ના ભર્યો હોય તેવા લોકોના વાહન ડિટેન કરવામાં આવ્યા હતા. જો ગુજરાત પોલીસ માત્ર એક મહિનો નહિ પરંતુ રાબેતા મુજબ આવો કડક કાયદો રાખે તો અમદાવાદ જેવી ગોજારી ઘટનાઓ ના થાય. તેવી લોક ચર્ચા ચાલી રહીશ છે.