સમીના ગાજદીનપુરા ગામે અમૃતસર તળાવમાં મોટાપાયે ગેરરીતિ આચરી કૌભાંડ થયા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ!
- 8:42 pm July 27, 2023
પાટણ,
પાટણ જિલ્લાના સમી તાલુકા નાં ગાજદીનપુરા ગામ ખાતે અમૃતસર તળાવમાં મોટાપાયે ગેરરીતિ આચરી કૌભાંડ થયાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ આવા ભ્રષ્ટાચારીઓ સામે વિરોધ દર્શાવી સરકાર સમક્ષ યોગ્ય તપાસ કરવા ગામનાં લોકોની પ્રબળ માંગ ઉઠી છે.
પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં ગાજદીનપુરા ગામ ખાતે અમૃતસર તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં મોટાપાયે ગેરરીતિ આચરી કૌભાંડ થયાનો ઘટસ્ફોટ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ જવા પામી છે. ગાજદીનપુરા ગામ ખાતે અમૃત સરોવર જે 22 લાખના ઉપરનું ટ્રેન્ડરનું કામ છે, જેમાં કોન્ટ્રાકટરો ગ્રામ પંચાયતનાં સભ્યો સહિતની મિલી ભગત થયું હોવાથી મસમોટુ કૌભાંડ બહાર આવે તેવી ગ્રામજનોની રાવ ઉઠી છે. ગામલોકોનાં જણાવ્યા અનુસાર અમૃત સરોવરનું કામ પૂરતા પ્રમાણમાં કે સારી ગુણવત્તા વાળા મટીરીયલ વાપરવામાં આવ્યા નથી તેમજ માટી કામનું વાઉચર બનાવી ખોટે ખોટા પૈસા ઉપાડી લીધી હોવાની ગ્રામજનો ની રાવ ઉઠી છે.
ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે અહીંયા અમૃત સરોવર તળાવમાં કોઈપણ જાતનું સારી ગુણવત્તા વાળું કામ કરવામાં આવ્યું નથી ફક્તને ફક્ત કૌભાંડ કરી પૈસા ખોટા બિલો બનાવી ઉપાડી લેવામાં આવ્યા છે. તેમજ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ અમૃત સરોવરમાં ઠેર ઠેર મસમોટા ખાડા ટેકરા દેખાઈ રહ્યા છે. ક્યાંય ઊંચી ગુણવત્તા વાળું કામકાજ દેખાઈ નથી રહ્યું જે ખરેખર એક ભ્રષ્ટાચાર નો પુરાવો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
વધુમાં ગ્રામજનોએ વાત કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અહીંયા અમૃત તળાવમા જે કામકાજ કરવામાં આવ્યું છે તે કાચી દીવાલો બનાવી છે અને ઊંડાણ પણ કરવામાં આવ્યું નથી ફક્ત 2 ફૂટ જેટલા ઊંડાણમાં કાચી દીવાલ ઊભી કરી મસમોટું કૌભાંડ કરી રહ્યા હોવાની વિગત ગ્રામજનો દ્વારા જાણવા મળી રહી છે. સમીના ગાજદીનપૂરા ગામ ખાતે અમૃત સરોવર તળાવ બનાવવામાં આવી રહ્યું છે જેમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયો હોવાની વિગત ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આ તળાવ બનાવવામાં ઓછી ગુણવત્તા વાળી સિમેન્ટ, પત્થર અને બીજું મટીરીયલ જે ઓછી ગુણવત્તા વાળી વાપરી હોવાનો પણ ગામલોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. અહીંયા ગાંધીપૂરા ગામ ખાતે પણ અમૃત સરોવર તળાવ નરેગા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં પણ પત્થર થી પાર બનાવવામાં આવેલ છે તેવું લોકો જણાવી રહ્યા છે.
ગાજદિનપૂરા ગામનાં જેંતિભાઈ ઠાકોરએ વધુમાં જણાવ્યું હતું કે આ અમૃત સરોવર તળાવ બનાવવા 22 લાખ થી વધારેનો ટેન્ડર સરકારે પાસ કરેલ છે, પરંતુ ગ્રામ પંચાયતની અને કોન્ટ્રાકટરની મિલી ભગતને લઇને પૂરતા પ્રમાણમાં કામ કરવામાં આવ્યું નથી અને મસમોટું કૌભાંડ કર્યું હોવાની વિગત જણાવી હતી. ત્યારે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.
સમી તાલુકામાં અમૃત સરોવરનાં કામકાજમાં મસમોટું કૌભાંડ થઈ રહ્યું છે જેને લઇને ગ્રામજનોએ મીડિયા સમક્ષ આવી સરકાર પાસે માંગ કરી છે કે આ વિસ્તારમાં જે કામ કરવામાં આવ્યું છે તેની સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ ને ખુલ્લા પાડી આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. હાલ ગ્રામજનોની એક જ માંગ છે કે અહીંયા અમૃત સરોવર તળાવમા જે કૌભાંડ થયા છે તેની યોગ્ય તપાસ કરી કૌભાંડીઓને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે તેવું લોકો જણાવી રહ્યા છે.