બેફામ કાર ચાલકે બે ગાયને ભટકાવી ફંગોળાતા બંને ગાયોના મોત

  • 9:23 pm July 27, 2023
વિજય ડામોર | મહિસાગર

 

મહિસાગર,

મહીસાગર જિલ્લામાં એક કાર ચાલકે બે ગાયોને પુર ઝડપે કાર ભટકાવી અકસ્માત સર્જ્યો છે જેમાં બંને ગાયોના મોત નિપજ્યા છે. આ ઘટના જિલ્લાના મોડાસા-લુણાવાડા હાઈવે પર બની છે. જેમાં કાર ચાલક અકસ્માત પછી કાર મુકીને ફરાર થઈ ગયો છે. કારમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીનો ડ્રેસ જોવા મળતા કોઈ ફોરેસ્ટ વિભાગના કર્મચારીની કાર હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. કાર ચાલક ઝડપી હાથમાં આવે તે જરૂરી..

ઘટના સ્થળે ગાયના મોત થતા જ કારની સ્પીડનો અંદાજ લગાવી શકાય છે. કારનો આગળનો ભાગ તૂટીને ભંગાર થઈ ગયો છે. કાર ચાલકે કેવી રીતે તે અંગે તપાસ બાદ જ વધારે હકીકતો સામે આવી શકે તેમ છે. કોઈ વાહન ચાલક આ કારની અડફેટે આવ્યો હોત તો તેનું શું થતું તેનો અંદાજ માત્ર કંપારી છોડાવી દેનારો છે. શું કાર ચાલક નશામાં હતો કે કેમ તે અંગે પણ હવે આ ચાલક બને એમ જલ્દી પોલીસના સકંજામાં આવે તો જ ખબર પડે એમ છે.

કાર ચાલકો કેટલી બેફામ રીતે ચલાવી શકે છે, કારના પાવરફુલ એક્સેલેરેટર પર પગ મુક્યા પછી જાણે કે પોતે જ રાજા હોય અને લોકોના મોતના નિમિત બની જાય છે. આવી જ એક ઘટના મહિસાગરમાં બની છે જેમાં તથ્યને પણ વાળે એવો કાર ચાલક જોવા મળ્યો છે. કાર એટલી ભયાનક સ્પીડમાં ભટકાવી છે કે બે ગાયને ફંગોળી નાખી છે. કારના તો કચ્ચરઘાણ વળી ગયા પરંતુ કાર ચાલક તક મળતા ત્યાંથી ફરાર થઈ ગયો છે.