વાહન ચોરીનાં ગુન્હામાં ફરાર બે ઇસમો ઝડપાયા

  • 9:38 pm July 27, 2023

 

ભાવનગર,

રૂ.૩૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી વાહન ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

તા.૨૫/૦૭/૨૦૨૩નાં રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો સીટી વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, નિલમબાગ સર્કલ, એસ.ટી.તરફ જતાં રોડ ઉપર SBI બેંકના દરવાજા પાસે બે માણસો લાલ કલરની ટાંકી તથા કાળા કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ઉભા છે. જે મોટર સાયકલ તેઓ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે મળેલ હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ આવતાં 1. સતીષ મુકેશભાઈ ચૌહાણ ઉ.વ.૧૯ (ધંધો-પ્રા.નોકરી રહે.હાલ-રૂમ નં.૨૦૪, બીજો માળ, સી વિંગ. મહેશભાઈ કુંભારના મકાનમાં ભાડેથી,  રૂવા તા.જી.ભાવનગર), 2. રાજવિર વિજયભાઈ મકવાણા ઉ.વ.૨૦ (ધંધો-પ્રા.નોકરી રહે.પ્લોટ નં.૨૩૬૬, રજપુતવાડો, સુભાષનગર, ભાવનગર) પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ લાલ-કાળા કલરનું મોડીફાઇડ કરેલ નંબર પ્લેટ વગરનું SARKAR તથા KHALIFA લખેલ એન્જીન નંબર-Ha10erfha62360 તથા ચેસીઝ નંબર- Mblha10bffha 17160 મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-નો મુદ્દામાલ સાથે મળી આવેલ. તેઓની પુછપરછ દરમ્યાન આજથી છ-સાત મહીના પહેલા ભાવનગર, સર ટી હોસ્પીટલમાં મહીલાઓના ડીલીવરી વોર્ડ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી કરવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.