ઇંગ્લીશ દારૂનો કિ.રૂ.૪૨,૦૦૦/-નો મુદ્દામાલ ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડ્યો

  • 9:39 pm July 27, 2023

 

ભાવનગર,

ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે માહિતી મળેલ કે, રાહુલ ઉર્ફે ભોલો વાઘેલા રહે.પ્લોટ નંબર-૨૬/બી, વારાહી સોસાયટી, ઘોઘા રોડ, ભાવનગર તથા વિક્રમસિંહ નાનુભા ગોહિલ રહે.વારાહી સોસાયટી,ઘોઘા રોડ, ભાવનગરવાળો ભાગીદારીમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને રાહુલ ઉર્ફે ભોલાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને રાખી વેચાણ કરે છે. તે જગ્યાએ રેઇડ કરતાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલો મળી કુલ કિ.રૂ.૪૨,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ. તેના વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.