વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ ઇંગ્લીશ દારૂના બે ગુન્હાઓમાં ફરાર આરોપી ઝડપાયો

  • 9:27 pm July 28, 2023

 

ભાવનગર,

ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને વરતેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૮૦૬૭૨૨ ૦૮૬૦/ ૨૦૨૨ તથા ૧૧૯૮૦૬૭૨૨૦૮૬૮/ ૨૦૨૨ પ્રોહિ. એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી વિગેરે મુજબના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપી ભરતસિહ ચકુભા રાયજાદા (રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગર) વાળો વરતેજ બસ સ્ટેન્ડમા ઉભો હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં ઉપર મુજબનાં ગુન્હાઓ માં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.