કરજણના માંગલેજ-નારેશ્વર રોડ ઉપર વડતાલથી હરિભક્તોને મુકવા જતા બસ નાળામાં ફસાતા લોકોમાં અફરાતફરી..

  • 10:05 pm July 28, 2023
મુકેશ અઠોરા | કરજણ

 

વડોદરા,

માંગલેજથી નારેશ્વર રોડ પર ગણપત પુરાના રેલવે ગળનાડા મા એક કલાક બસ ફસાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના માંગલેજ નારેશ્વર રોડ ઉપર સવારે વડતાલથી ગંધારા ગામના ૨૦ પેસેન્જરો હરિભક્તો ને મુકવા જતા ગણપતપુરાના રેલવે ગાદનાળામાં ગત રાત્રે ખબકેલા વરસાદી પાણી ભરાતા હરિભક્તો ભરેલી બસ પાણીમાં એક કલાક સુંધી ફસાઈ હતી બસ ગાદનાળામાં ફસાતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા. કલાક સુંધી બસ ફસાતા ગામ જનો વારે આવ્યા હતા.ગામ જનોએ ટ્રેક્ટર લાવી બસને ઘણી જહેમત બાદ બસને પાણીમાંથી બહાર કાઢતા હરિભક્તોએ હાસકારો અનુભવ્યો હતો. સદ નસીબે કોઈને જાણ હાની થવાના અહેવાલ નથી.