દેવગઢબારીયા પોલીસ ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલ મોબાઈલ સાથે એક આરોપીને દેવગઢબારીયા પોલીસે ઝડપી પાડયો
- 7:55 pm July 29, 2023
દેવગઢ બારીયા પોલીસ ટાઉન વિસ્તાર માંથી ચોરાયેલ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. જે દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓની સૂચના અનુસાર લીમખેડા મદદનીશ પોલીસ અધિક્ષક બિશાખા જૈન નાઓએ ચોરી , લુંટ તેમજ મોબાઇલ ચોરી જેવાં ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેકટર સી.આર.દેસાઈ નાઓએ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને આપેલ સુચના કે પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુન્હા જેવા કે ચોરી, ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા હયુમન સોર્સીસનો તેમજ ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી આરોપીઓ સુધી પહોંચી કામગીરી કરવા સારૂ જરૂરી સુચના આપેલ જેમાં ચોરાયેલ મોબાઇલ ફોન અને આરોપીને સીમળાઘસી ગામેથી ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જે ચોરીનો આરોપી સંજય લક્ષ્મણ પટેલ રહે. સીમળાઘસી ડાયરા ફળિયું તા.દેવ.બારીયાને ઝડપી પાડ્યો.