અમરેલીમાં ચોરીના 10 બાઈક સાથે એક ઈસમને ઝડપી બાઈક ચોરીનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી
- 8:34 pm July 29, 2023
મૌલિક દોશી | અમરેલી
અમરેલી,
અમરેલી જિલ્લામા ઘરફોડ ચોરી બાઇક ચોરી જેવા બનાવો ડિટેન કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવતા એલસીબી ટીમ સક્રિય થઈ ધારી પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. એ દરમિયાન એલ.સી.બી.ને માહિતી મળતા ધારી પ્રેમપરામાં માલસીકા ગામ જવાના રસ્તે એક ઇસમને ચોરીના 10 મોટર સાયકલો સાથે પકડી પાડી અમરેલી, રાજકોટ સહિત કુલ - 13 મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.