અમરેલી ચક્કરગઢ રોડ પર પરણિત મહિલા સાથે ઘરમાં ઘુસી દુષ્કર્મનો પ્રયાસ કરનાર હોટલ માલિક ઝડપાયો

  • 8:41 pm July 29, 2023
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી,

અમરેલીમા ચક્કરગઢ રોડ પર રહેતી એક પરિણિતાને રેસ્ટોરન્ટ સંચાલક સાથે પ્રેમસંબંધ થયા બાદ ગઇકાલે પ્રેમીએ તેના ઘરમા ઘુસી દુષ્કર્મનો પ્રયાસ કરતા અને પરિણિતાના કપડા ફાડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.આ ઘટના અમરેલીમા ચક્કરગઢ રોડ પર ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના સુમારે બની હતી. અહીની એક 35 વર્ષીય પરિણિતાએ આ બારામા પટેલ સંકુલ સામે અમૃતધારા સોસાયટી શેરી નં-4મા રહેતા કૌશલ નારણભાઇ ભીમાણી નામના શખ્સ સામે તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમા જણાવ્યું હતુ કે આજથી એકાદ વર્ષ પહેલા તે કૌશલના રાજહંસ રેસ્ટોરન્ટમા ઢોસા ખાવા ગઇ હતી. એ સમયે આ શખ્સે હોટેલની જાહેરાત કરવા માટે તેની સાથે સેલ્ફી અને ફોટાઓ પડાવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે સંબંધ આગળ વધ્યો હતો.

બંનેએ સહમતીથી અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતો. જે દરમિયાન કૌશલ ભીમાણીએ તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા. અને બાદમા તેને સોશ્યલ મિડીયામા શેર કર્યા હતા. આ મહિલાએ હવે આવો સંબંધ નહી રાખવાનુ કહેતા તેને ન્યુડ ફોટા બતાવી વાયરલ કરી દેવાની ધમકી આપી ગઇકાલે સવારે તે ઘરમા ઘુસ્યો હતો અને તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરી ટીશર્ટ ફાડી નાખ્યુ હતુ. આ દરમિયાન ઘરની બહાર કોઇ વાહન આવવાનો અવાજ સંભળાતા આ શખ્સ નાસી છુટયો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી કૌશલ નારણ ભીમાણી સામે ગુનો નોંધ્યો છે.