રાધનપુરનો ડામરકા વિસ્તાર લાઇટ સહિત પાયાની સુવિધાઓનો આભાવ : સ્થાનિક

  • 6:33 pm July 30, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

અંધારાપટમાં જિંદગી વીતી ગઈ છતાં લાઈટ જોઈ નથી, લેખિત મૌખિત રજુઆતો છતાં હજુ કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી : સ્થાનિક

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આવેલ ડામરકા વિસ્તાર ની ચોકાવનારી વિગતો સામે આવી છે. પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને રાધનપુર મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ની બહેનો દ્વારા રાધનપુર નાં ડામરકા વિસ્તારની ઓચિંતીની મુલાકાતમાં ચોકાવનારી વિગતો સામે આવી છે.પોપટભાઈ લાલજીભાઈ ઠાકોર સ્થાનિક રહીશ નાં જણાવ્યા મુજબ અહીંયા એમને એમની ઉંમર દરમિયાન ક્યારેય આ વિસ્તાર માં લાઈટ જોઈ નથી.એટલે કે દેશ આઝાદ 1947 માં થયા બાદ અહીંયા આ વિસ્તારનાં લોકોએ લાઈટ જોઇજ નથી જે ચોકાવનારી ઘટના સામે આવી છે. આ વિસ્તાર માં બાળમંદિર કે સ્કૂલ ની પણ વ્યવસ્થા નથી તેવું લોકો જણાવી રહ્યા છે. ત્યારે વિકાસશીલ ગુજરાત માં વર્ષો થી લાઈટ ની વ્યવસ્થા વગર લોકો જીવી રહ્યા છે જે ચોકવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં પંથક માં ચકચાર મચી જવા પામી છે.

વિકાસશીલ ગુજરાત માં રાધનપુર નાં મસાલી રોડ બાજુના ડામરકા વિસ્તાર નાં લોકોએ વર્ષો થી લાઈટ જોઈ નથી જે ચોકાવનારી ઘટના સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. રાધનપુર નાં આ ડામરકા વિસ્તાર માં દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યારથી લઈને આજદિન સુધી લાઈટ જોઈ નથી તેવું અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.સ્થાનિક લોકોએ વર્ષોના વર્ષો વીતી ગયા છતાં આજદિન સુધી પાયાની જરૂરિયાત નો અભાવ  જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં બાળમંદિર નથી આ વિસ્તાર માં સ્કૂલ નથી કે લાઈટનો પ્રશ્ન ક્યારેય હલ થયો નથી તેવું  લોકો જણાવી રહ્યા છે. આ વિસ્તાર માં રોડ રસ્તાના પ્રશ્નો પણ હતા જે સોલ્વ થઈ ગયેલ છે પરંતુ લાઈટ માટેની વારંવાર લેખિત અને મૌખિત રજુઆતો છતાં હજુ કોઈ નક્કર પગલાં તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

રાધનપુર વોર્ડ -૭માં આવેલ ડામરકા વિસ્તાર ખાતે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયાબેન સોની અને રાધનપુર મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જ્યોતિબેન જોષી બન્ને બહેનો દ્વારા ડામરકા વિસ્તારની ઓચિંતી રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીંયાના સ્થાનિક લોકોએ જણાવ્યું કે આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યારથી લઈને આજદિન સુધી લાઈટ જોઈ નથી વર્ષોના વર્ષો વીતી ગયા છતાં આજદિન સુધી લાઈટનો પ્રશ્ન અહીંયા હલ થયો નથી.જે ચોકાવનારી વિગતો સામે આવતા અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વિકાસશીલ ગુજરાત માં પાયાની જરૂરિયાત લાઈટ ની સુવિધા નો અભાવ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ વિસ્તાર માં  રોડ રસ્તાના પ્રશ્નો નો હલ થઈ ગયેલ છે પરંતુ લાઈટ માટેની વારંવાર  લેખિત મૌખિત રજુઆતો છતાં આજદિન સુધી હજુ કોઈ નક્કર પગલાં તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી. અહીંયા વિસ્તારના મહિલાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે  રાત્રે જમવાનું બનાવવામાં તેમજ બાળકોને ભણવામાં ઝેરી જાનવરોનો ડર લોકોને સતાવી રહ્યો છે. લાઈટ નાં હોવાના કારણે મહિલાઓ સાંજના 5 વાગ્યે જમવાનું બનાવી ને વહેલા જમી રહ્યા છે તેમજ મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે. પાયાની જરૂરિયાત લાઈટ આ વિસ્તારમાં નથી જેને લઇને લોકોને અનેક મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તાર માં મચ્છર નો ઉપદ્રવ પણ એટલી વધી ગયેલ છે કે લોકો સીધા બીમારી નાં ભોગ બની રહ્યા છે . તો બીજી તરફ ડામરકાના જાગૃત નાગરિક એવા રમેશભાઈ દ્વારા પણ આ બાબતે  ઘણી રજુઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા રજૂઆતો ને ધ્યાને ના લેતા આજરોજ પાટણ જિલ્લા મહિલા પ્રમુખ જયાબેન સોનીને લોકોએ રજુઆત કરી હતી. અને પ્રશ્નનો હલ લાવવા એમની સાથે રહી લાઈટ ની મંજુરી માટે વાત કરી બોલાવતા જયાબેન સોની તાત્કાલિક દોડી આવ્યા હતા.અને ડામરકા વિસ્તારના સ્થાનિક મહિલાઓ સાથે વાત કરતા મહિલાઓએ એમની અંધારાપટમાં એમની જિંદગી વીતી ગઈ છતાં લાઈટ જોઈ નથી અને એમના બાળકો લાઈટ જોશે કે કેમ એવા પણ સવાલોમાં બાળકોની ચિંતામાં અને બાળકોનું ભવિષ્ય લાઈટના હિસાબે ના બગડે એવી સતત ચિંતાઓ લોકોએ વ્યક્ત કરી હતી.રાધનપુરના હાલના નગરપાલિકા વહીવટદાર જો લેખિત મન્જુરી આપે તો એમને લાઈટ પ્રશ્ન શોલ થાય એમ છે માટે સ્થાનિક લોકોના પ્રશ્નનું સોલ્યુશન અર્થે મહિલા કોંગ્રેસ સમિતિ એમની સાથે રહી બને તેટલો પ્રયત્ન કરશે અને લાઈટ ની સુવિધા માટે લોકોને જયાબેન સોનીએ હૈયા ધરણા પણ આપી હતી.