હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં મધ્યરાત્રીએ તસ્કારો 1.40 લાખની તસ્કરી કરી ફરાર

  • 8:24 pm August 1, 2023
જાકીર મેમણ‌‌‌

 

હિંમતનગર શહેરના હાર્દસમા મોતીપુરા વિસ્તારમાં આવેલ જૈનિલ કોમ્પલેક્ષમાં ગતરોજ સોમવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ દુકાનનું તાળું તોડી દુકાનમાં રાખેલ રીવાઇન્ડીંગ મોટરોમાંથી કાઢેલ જુના કોપરના વાયરો કટ્ટા નંગ-૭(સાત) જેનું કુલ વજન ૩૫૦ કિલોગ્રામ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામે અંબે માતાના મંદિર નજીક રહેતા અને હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ જૈનિલ કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા વેપારી સુનિલકુમાર વિષ્ણુપ્રસાદ સુથારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતરોજ તારીખ 31 જુલાઈ 2023 નાં રોજ મોડી રાત્રે કોઈ અજાણ્યા ત્રણ ચોર ઇસમોએ દુકાનનું બંધ શટર એક બાજુથી તોડી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ રીવાઇન્ડીંગ મોટરોમાંથી કાઢેલ જુના કોપરના વાયરો કટ્ટા નંગ-૭(સાત) જેનું કુલ વજન ૩૫૦ કિલોગ્રામ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરીયાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.