પંચમહાલ ખાતે નારી વંદના ઉત્સવ નિમિત્તે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી
- 8:47 pm August 1, 2023
પંચમહાલ,
એમ.એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે નારી વંદના ઉત્સવ નિમિત્તે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. કિશોર વ્યાસ,સંસ્થાના મંત્રી એડવોકેટ જયંતીભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ સ્ટેશન 181 અભયમ મહિલા હેલ્પલાઇન કાઉન્સિલર, પંચમહાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા સુરક્ષા સેતુની હાજરીમાં કરવામાં આવ્યો. જેમાં કોલેજના એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા. વિદ્યાર્થીનીઓ માટે કોલેજમાં ભવાઈ કાર્યક્રમ દ્વારા નારી ઉત્કર્ષનું મહત્વ સમજાવવામાં આવ્યું. કાયદાકીય યોજનાઓ અંગે આઈ ઈ સી વિતરણ અને સાયબર ગુના એસ એચ ઈ ટીમ તથા 181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન અને ડાઉનલોડ કરાવવામાં આવ્યું. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અન્વયે જાગૃતતા કેળવે તે અંગેના વક્તવ્ય આપવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.