સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડની સાઈડ ગટરમાં ઉતરી ગયેલ ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
- 8:49 pm August 1, 2023
મહિસાગર,
સંતરામપુર પોલીસને બાતમી મળેલ કે મોરવા હડફથી એક સફેદ કલરની કાર દારુ ભરીને સંતરામપુર થઈને લુણાવાડા તરફ જનાર હોઈ સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ડીડોર ને પોસ ઈ.આર.સી.સોલંકીને પોલીસ સ્ટાફ મોરવાહડફ રસ્તે જવા નીકળ્યા હતાં ને રસ્તામાં ડોળી સ્ટેશને જાણવા મળેલ કે ઝાલદડા ગામની સીમમાં રોડની સાઈડમાં ગટરમાં એક સફેદ કલરની ક્રિએટા કાર ઉતરી ગયેલ છે. જેથી પોલીસ ઝાલદડા ગામે ધટના સ્થળે દોડી ગયેલને ત્યાં બાતમી વાળી ગાડી જોતાં તપાસ હાથ ધરતા ગાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારુ ની કાચની બોટલો નંગ.1053 તથા બીયરના ટીન નંગ.84 મળી કુલ રુપિયા 1,87,290 તથા મોબાઇલ ફોન નંગ એક. કિ.રુ.ચારહજાર ને કિ એટા કાર નં.જી.જે.18.BK.2385.ની કિંમત રુપિયા ચાર લાખ મલી કુલ રુપિયા 5,91.290.નો મુદામાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ને કબજે કરી ને ફરાર ગાડી ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ છે.