હિંમતનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો
- 8:36 pm August 2, 2023
જાકીર મેમણ
સાબરકાંઠા જિલ્લામાં “નારી વંદન ઉત્સવ”ની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ કચેરી અને 181 અભયમ સંયુક્ત ઉપક્રમે એસ.એસ મહેતા કોલેજ હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન કોલેજની વિદ્યાર્થીનીઓને 181 મહિલા હેલ્પલાઇન કઈ રીતે કામગીરી કરે છે તે અંગે વિસ્તારે માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીનીઓને 181 અભયમની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો નિમિત્તે ચિત્રસ્પર્ધા યોજવામાં આવી હતી.