સુરતમાંથી બૉગસ કૉલ સેન્ટર ઝડપાયુ, લોકોને આ ખાસ ટેકનિકથી ફસાવતા હતા જાળમાં ને પછી....
- 7:44 pm August 6, 2023
એજાજ શેખ | સુરત
સુરત,
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એક નકલી કૉલ સેન્ટર ચાલી રહ્યું હતુ, પોલીસને આ અંગે બાતમી મળતાં જ સુરત PCB-SOG પોલીસની ટીમે શહેરના ઉધના વિસ્તારમાં દરોડાના કાર્યવાહી હાથ ધરી હતી, આ દરમિયાન અહીં ઇન્ફોસિસ સૉલ્યૂસન નામથી ચાલી રહેલા કૉલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યુ હતુ.
આ કૉલ સેન્ટરમાંથી પોલીસે પાંચ યુવકની ધરપકડ કરી હતી, જોકે, મુખ્ય સંચાલક વૉન્ટેડ થયો હતો. પોલીસના દરોડા દરમિયાન ઇન્ફોસિસ સૉલ્યૂસન કૉલ સેન્ટરમાંથી મોબાઇલ, લેપટૉપ સહિત કુલ 2.33 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, ઇન્ફોસિસ સૉલ્યૂસનમાં આ યુવકો આ કૉલ સેન્ટરમાં લોકોને વર્ક ફ્રૉમ હૉમ અને ડેટા એન્ટ્રીનું કામ આપીને ઠગાઇ કરતા હતા.