મહીસાગર જિલ્લાના મોટા સરણૈયામાં સસ્તા અનાજની દુકાનમાં કાર્ડ ધારકોને પુરતો જથ્થો ન મળતા રહીશોમાં રોષ..

  • 6:21 pm March 14, 2023
રિપોર્ટર વિજય ડામોર, મહીસાગર

 

 

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટા સરણૈયા આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં દુકાનદાર દ્વારા કાર્ડ ધારકોને નીકળતો પૂરો જથ્થો ન આપતા કાર્ડ ધારકોમાં આ દુકાનદાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં મોટા સરણૈયાા ગામે ગરીબ આદિવાસીને લધુમતી કોમની વસ્તી આવેલ છે. અને અહીંયા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ફાળવામાં આવેલ છે. જેમાં અહીંયા રહેતા તમામ કાર્ડ ધારકોને આ અનાજની દુકાન દ્વારા કાર્ડ ધારકોનો મળવાં પાત્ર અનાજનો જથ્થો આપવામાં આવતો હોવાની બુમ ઊઠવા પામી છે. કાર્ડ ધારકો ગામમાં આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવનારને રજુઆત કરે છે. તો પણ દુકાનદાર દવારા વ્યવસ્થિત જવાબ પણ આપતા નથી. અને દાદાગીરી કરી જવાબ આપે છે “જાવો તમારે જે કરવું હોય તે કરી દો મને કોઈ બીક લાગતી નથી”. જેથી આ બાબતે ગામજનો દ્વારા આ સસ્તા અનાજની દુકાન સંચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી આ બાબતે જવાબદાર તંત્ર આ બાબતે તપાસ કરે તો દુધનું દુધ અને પાણીનું પાણી બહાર આવી શકે તેમ છે, અને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરે અને તમામ ગામજનોને નીકળતો પૂરો જથ્થો અનાજનો આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી અને લાગણી છે.