મોડાસા-ધનસુરા હાઇવે પરથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો; રહેણાંક વિસ્તારમાં ગાડી મૂકી બે શખ્સો ફરાર..

  • 6:29 pm March 14, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

 

અરવલ્લી એલસીબી પોલીસી બાતમીના આધારે મોડાસા - ધનસુરા હાઇવે રોડ ઉપરથી એક લકઝયુરીયસ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જોકે વિદેશી દારૂની હેરાફેરી કરનાર ગાડી ચાલક સહિત અન્ય એક શખ્સ ગાડી મૂકી રફુચક્કર થઈ ગયા હતા.

એલ.સી.બી. સ્ટાફના માણસો મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં ધનસુરા-મોડાસા હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની હુન્ડાઇ ઔરા કાર નંબર GJ 23 CE 2651 માં કેટલાક ઈસમો રાજસ્થાન રાજ્યમાંથી ઇગ્લીંશ દારૂ ભરી લઇ મોડાસા થઇ ધનસુરા તરફ આવતા રોડે આવનાર છે. બાતમીના આધારે પોલીસ ચાંદ ટેકરી પાસે આવેલ રેલ્વે ફાટક રોડ ઉપર ઉભા રહી ઉપરોકત બાતમી મુજબ ની સફેદ કલરની હુન્ડાઇ ઔરા કારની વોચમાં હતા જે ગાડી આવતાં હાઇવે રોડ ઉપર ભગાડી મુકી હતી.અને ધનસુરા ગામમાં રહેણાંક વિસ્તારમાં  ગાડી મૂકી બે શખ્સો ફરાર થઈ ગયા હતા દરમિયાન પોલીસે ઇગ્લીંશ દારૂની આખી પેટી નંગઃ ૧૭ જેમાં બોટલો નંગ-૬૦૦ તથા છુટી બોટલો-૧૮૩ મળી કુલ બોટલો નંગ-૭૮૩ કી.રૂ.૨,૬૬,૮૦૦/-નો વિદેશી દારૂ તથા હુન્ડાઇ ઔરા કાર નંબરઃ GJ 23 CE 2651 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- કુલ કી.રૂ.૭,૬૬,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ મુદ્દામાલ -

(૧) હુન્ડાઇ ઔરા કાર નંબરઃ GJ 23 ÇE 2651 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ઇગ્લીશ દારૂની આખી પેટી નંગ-૧૭ જેમાં કુલ બોટલો નંગ-૬૦૦ તથા નાની/મોટી છુટી બોટલો નંગ-૧૮૩ મળી કુલ બોટલો નંગ-૭૮૩ જેની કુલ કી.રૂ.૮૩,૧૦૦/- કુલ-કિ.૩.૭,૬૬,૮૦૦/- નો મુદ્દામાલ..