સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ દાદાને 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર કરાયો...
- 6:47 pm March 14, 2023
બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર ખાતે બિરાજતા કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ અદભૂદ શણગાર કરવામાં આવે છે. વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિત્તે તા.14-3-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.