આત્મહત્યા કરવા ગયેલ મહિલાને બચાવતી બોટાદ 181 અભયમ ટીમ..

  • 6:49 pm March 14, 2023
વિપુલ લુહાર,બોટાદ

 

- ફાઇલ તસવીર

તા:-12-3-2023 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં થર્ડ પાર્ટી દ્વારા ફોન કરવામાં આવેલ કે બોટાદ સીટી વિસ્તારમાં એક પીડિત મહિલા તળાવમાં આત્મહત્યા કરવા કુદી ગયેલ તેમને પાણીમાંથી બહાર કાઢી બચાવીને બેસાડી રાખેલ છે પરંતુ હજુ પણ મરી જવાની કોશિશ કરે છે તેથી પીડિત મહિલાને 181 મદદની જરૂર છે. જેના પગલે 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ સોનગરા માયાબેન તેમજ પાયલોટ હરેશભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા.મહિલાને ત્યાના લોકોએ એક સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતા. મહિલા સાથે 181 ની ટીમે વાતચીત કરતા કાઉન્સેલિંગ દરમિયાન મારે મરી જવું છે એવો એક જ શબ્દ વારંવાર બોલતા હતા અને રડતા હતા 181 ટીમ દ્વારા શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપી વિશ્વાસ આપવામાં આવેલ ત્યારબાદ આપઘાતના પ્રયાસ અંગે પૂછતા પીડિત મહિલાએ પોતાના પર વીતી રહેલી વિગત જણાવતા કહેલ કે. તેના માતા-પિતાનું ઘર બોટાદ સીટી વિસ્તારમાં છે.લગ્ન 3 મહિના પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ છે અહીં પિયરમાં દાદા ગુજરી ગયેલ તેથી રહેવા આવ્યા હતા. મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ છે તેની જાણ તેના સાસરી પરિવારને થઈ જતા તેઓએ પિયર પરિવારને કહી દીધેલ. તેથી મહિલા અને પિયરના સભ્યો વચ્ચે બોલાચાલી થયેલ. મહિલાએ ભુલ સ્વીકાર કરી માફી માગેલ અને આજ મહિલાના પતિ નો જન્મદિવસ હતો તેથી ફોન કરેલ ત્યારે સરખી વાત ન કરેલ અને ઝઘડો કરેલ લગ્ન સંબંધ તોડી નાખવાનું કહેલ મહિલાએ તેના પતિ સામે માફી માંગેલ એક મોકો આપો તેવુ કહેલ પરંતુ તેના પતિ એ હવે કાંઈ ન થાય એવું કહી ફોન મૂકી દીધેલ.એથી મહિલાને દિલમાં લાગી જતા તેમને આત્મહત્યા કરવાનો વિચાર કરી ઘરમાંથી નીકળી ગયેલ અને તળાવે જઈ આત્મહત્યા કરવા પાણીમાં કુદી ગયેલ 181 ટીમે મહિલાને આત્મહત્યાનું પગલું નહીં ભરવા બાબતે સમજાવે અને તેના પિતાને ફોન કરી બોલાવેલ તેના પિતા અને ભાઈ ને મહિલા આગળ દિવસોમાં કોઈ પગલું ન ભરે તેનું ધ્યાન રાખવાનું જણાવેલ અને જરૂર પડે તો 181નો સંપર્ક કરવાનું કહેલ મહિલાએ આત્મહત્યાનો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી- ખુશીથી તેના પરિવાર સાથે જવાનું કહેલ મહિલાના પિતા અને ભાઈ એ 181 ટીમનો આભાર માનેલ આમ,181 ટીમે સહી સલામત મહિલાને તેના પરિવાર ને સોંપેલ..