રાજસ્થાનથી રીક્ષામાં સ્પીકરની પેટીમાં વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ભાવનગરના મેઘાણી સર્કલ પાસેથી બે ઈસમો ઝડપાયા..

  • 7:22 pm March 14, 2023

 

 

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, પેરોલ ફર્લોનાં પો.કોન્સ. ચંદ્રસિંહ બટુકસિંહ વાળાને ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ અંગે મળેલ માહિતી આધારે ભાવનગર, મેઘાણી સર્કલ, સાંઇબાબાના મંદિર પાસેથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવેલ. તેનાં વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-

1. સની રાજેશભાઇ તમંચે ઉવ.-૩૪ ધંધો:-રીક્ષા ડ્રાઇવિંગ રહે. કુબેરનગર, છારાનગર, રાજધાની ચોક, સોનલબેન સુર્યકાંતભાઇ માચરેકરના ભાડાના મકાનમાં અમદાવાદ શહેર

2. તુષારભાઇ પ્રકાશભાઇ પરમાર ઉવ.-૧૯ ધંધો:-મજુરી રહે. દિપકચોક, આશાપુરા પાનની પાસે, આડોડિયાવાસ, તિલકનગર, ભાવનગર