રાધનપુર નાં વારાહી નેશનલ હાઈવે માર્ગ પર સર્જાયો અકસ્માત; એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, ત્રણ ઘાયલ..

  • 5:48 pm March 15, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લા માં અકસ્માત ની ઘટનાઓ રોજ બરોજ સામે આવી રહી છે.જ્યાં રાધનપુર વિસ્તાર માં ફરીથી એકવાર અકસ્માત ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં રાધનપુરનાં વારાહી નેશનલ હાઈવે માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈક્કો કારને અજાણ્યા વાહને ટક્કર મારતા ઈક્કો કાર પલ્ટી મારી જતા અક્માત સર્જાયો હતો. જે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર ઇક્કો ગાડીને કોઈ અજાણ્યા વાહન એ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે દરમિયાન ઈકકો ગાડી પલ્ટી મારી જતાં અકસ્માતમાં એક વ્યક્તિ નું કરૂણ મોત નિપજ્યું છે તો ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અંજારથી અજમેર દરગાહ દર્શને જતા મુસ્લિમ પરીવારને આ અકસ્માત નડ્યો હતો જેમાં એક વ્યક્તિ નું મોત તો ત્રણ ઘાયલ થયાની ઘટના સામે આવી છે જે ઘટના બનતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે.તો ઘટના ની જાણ થતાં પરીવાર માં શોક નો માહોલ છવાયો છે.સમગ્ર ઘટના માં અબ્બાસ અલી શેખ નામનાં ઈક્કો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.તો ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ મૃતકની લાશને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી.