પાટણમાં UGVCL ના કર્મચારી દ્વારા સંગીતના તાલે ગ્રાહકોને લાઈટ બિલ ભરવા અપીલ કરતો વિડિઓ વાયરલ..

  • 6:06 pm March 15, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

રસિયો રૂપાળો રંગ રેલિયો લાઈટ બીલ ભરતો નથી, UGVCL નો નવતર પ્રયોગ સંગીત નાં શબ્દો માં લાઇટબીલ ભરવા અપીલ કરતા કર્મચારી

પાટણ ખાતે પાટણમાં UGVCL ના કર્મચારી દ્વારા સંગીત ના તાલે ગ્રાહકો ને લાઈટ બિલ ભરવા અપીલ કરતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.જેમાં UGVCL કર્મચારી નો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લાઈટ બીલ ભરવા અપીલ કરતા કર્મચારી એ સંગીત ગીત સાથે વિડિયો માં સંગીત નાં શબ્દો માં લાઇટબીલ ભરવા અપીલ કરતા કર્મચારી નજરે પડતાં જોવા મળ્યા છે.

આ  UGVCL કર્મચારી એ 'રશિયો રૂપાળો રંગ રેલિયો લાઈટ બીલ ભરતો નથી' આ ગીત UGVCL કર્મચારી એ ગાયું છે. જે વિડિયો હાલ સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે. ગ્રાહકો ને લાઈટ બિલ ભરવા કર્મચારી ગીત સાથે અપીલ કરી રહ્યા છે.વીજ બિલ ભરવા UGVCL વિભાગ ની અનોખી પહેલ સામે આવી રહી છે.જેમાં કર્મચારી દ્વારા ગીત ગાઈ ને બાકી વીજબિલ ભરવા અપીલ કરતા કર્મચારી પાટણ નાં વિજકર્મી જગદીશ ભાઈ સોશિયલ મીડિયામાં છવાયા છે. આ ગીત સાથે ગીત માં તેમના શબ્દો લાઈટ બિલ ભરવા અનુરોધ કર્યો છે અને લાઈટ બીલ નાં ભરવા થી વીજ કનેક્શન કપાટ થયા બાદ ની પૂરી વિગત સ્થિતિ સાથે નું ગીત બનાવી વિડિયો માં શબ્દો ઉચ્ચાર્યા છે જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે .