આંતરસુબામાં નજીવી બાબતે થયેલો ઝઘડો મારામારી સુધી પહોચ્યો; વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ..

  • 6:54 pm March 15, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

- પ્રતિકારાત્મક તસવીર

વિજયનગર તાલુકાના આંતરસુબા ગામે આઠ દિવસ અગાઉ ટ્રેકટરથી ખેતર ખેડ કરવાના પૈસા માંગવા બાબતે થયેલા મનદુઃખ બાદ એક જણાએ ગામના જ એક ઈસમ પર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ મંગળવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે આંતરસુબાના લક્ષ્મણભાઈ બાબુભાઈ ભગોરાએનોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. ૬ માર્ચના રોજ તેમની પાસેથી ખેતર ખેડવાના પૈસા માંગવા બાબતે લાલજીભાઈ લક્ષ્મણભાઈ ડાભી સાથે બોલાચાલી થઈ હતી. જેથી મનદુઃખ રાખીને લાલજી ડાભીએ લક્ષ્મણભાઈ ભગોરા પર હુમલો કરી લાકડીથી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ લક્ષ્મણભાઈ ભગોરાએ લાલજીભાઈ ડાભી વિરૂધ્ધ મંગળવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.