ઝાંઝરડા રોડ ખાતે વોંકળા પર ગેર કાયદેસર બાંધકામને લઈ કાળવા ચોકમાં ખાતે ધરણાં યોજી ઉગ્ર રજૂઆત..

  • 7:13 pm March 15, 2023
ગૌતમ ચૌહાણ, જુનાગઢ

 

 

જૂનાગઢમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો કર્યા હોવાનાં જૂનાગઢના જાગૃત નાગરિક સાગર મકવાણાએ આક્ષેપો કર્યા છે તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ પણ આબબતે બોલવા રાજી નથી ત્યારે જુનાગઢ શહેરમાં આવેલ ઝાંઝરડા રોડ વિસ્તારમાં વોંકળાઓની અધિકારીઓ/કર્મચારીઓ અને ભૂમાફીયાઓની મીલીભગત ઘ્વારા દબાણ કરી જુનાગઢની જનતા ઉપર જાનહાની–માલહાનીનો ગંભીર ખતરો ઉભો કરી રહેલા ભૂમાફીયાઓ(બીલ્ડરો) સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઇ આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલીક રોક લગાવવા બાબતે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

વધુમાં જાગૃત નાગરિક સાગર મકવાણા એ કમિશનરને વોંકળા પર થયેલા ગેરકાયદેસર બાંધકામ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી કે  સીનીયર ટાઉનને અનેક વખત રજુઆત કરવા છતાં પણ કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું  સમગ્ર બાંધકામ મંજુરી જ રદ થવાને પાત્ર હોય તો પણ તે પણ આજદિન સુધી રદ કરવામાં આવ્યું નથી. બીજી તરફ ભયંકર દબાણ કરી વોંકળા બંધ કરી દેવામાં આવ્યા છે જે ભવિષ્યમાં જુનાગઢના નાગરીકો માટે ચોમાસા દરમ્યાન જાનહાની–માલહાની માટે મોટી આફત સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી ભિતી સેવાય રહી છે. જુનાગઢના ઘણા વિસ્તારોમાં વોંકળાઓ દબાવવાને લીધે ચોમાસાનું પાણી રોકાઈ જતા અનેક જગ્યાએ ફેલાશે અને નાગરીકોની જાનહાની થવાની શક્યતાઓ પણ લાગી રહી છે. જેને લઇ ભવિષ્યમાં જુનાગઢના નાગરીકોની મોટી જાનહાની થવા સંભવના સર્જાય તેમ છે તો તાત્કાલીક આ બાંધકામ તોડી પાડી બાંધકામને ખોટી, મંજુરી આપનાર જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓ સામે કાયદેસર કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને જો આ બાબતે તાત્કાલીક પગલા લઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છુટકે હાઈકોર્ટમાં ન્યાય માટે રીટ–પીટીશન કરવાની ફરજ પડશે તેવું સાગર મકવાણાએ જણાવ્યું હતું...

તો આ બાબતે મહાનગરપાલિકાના સીટી ટાઉન પ્લાનર બી.એચ ગામીતને પૂછતા તેમને મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાની મનાઈ કરી દીધી હતી.