પ્રાંતિજના નિકોડીયા ગામે ગટરનું પાણી ભરાતાં રાહદારીઓ પરેશાન: ગંદુપાણી બંધ કરી પાકી સડક બનાવવા સ્થાનિકોની માંગ..

  • 5:57 pm March 16, 2023
મનોજ રાવલ

 

 

પ્રાંતિજ તાલુકાના નીકોડીયા ગામની શાળામાંથી મંદિર જવાના રસ્તામાં ગટરનું પાણી ભરાઇ જતા આવતા રાહદારીઓને પરેશાની ભોગવવી પડી રહી છે ગટરના પાણીની દુર્ગંધથી પાણી જન્ય રોગ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે શાળામાં જતા નાના બાળકો પણ પરેશાની ભોગવવી પડે છે ગટરના પાણી માટે તલાવડી બનાવવામાં આવી છે તે પણ ભરતા ખાલી કરવાની માંગણી ઉઠવા પામી છે ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા ગંદુપાણી બંધ કરી પાકી સડક બનાવવા માટે માગણી કરી છે અહીં પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણી માંથી પસાર થતા દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આ સમસ્યાનો જલ્દી નિરાકરણ લાવે.